સમગ્ર રાજયમાં તા.17 સપ્ટેમ્બરથી તા.2 ઓકટોબર સુધી યોજાનારા સ્વચ્છતા અભિયાનના રાજકોટ જિલ્લાના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને સબંધિત અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્વચ્છતા અભિયાનને ઝુંબેશરૂપે તમામ ગામો, નગરો, શહેરમાં જનભાગીદારીથી ચલાવવાની સુચના કલેકટરે અધિકારીઓને આપી હતી. આ ઝુંબેશમાં સરકારી કચેરીઓ, વિવિધ જાહેર જગ્યાઓ વગેરે ખાતે સ્વચ્છતાના જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. . જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પદાધિકારીઓ- અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે. પ્રવાસન, ઐતિહાસિક સ્થળો(વિવિધ વાવો)માં સફાઇ ઝુંબેશ, પ્લાસ્ટિકમુક્તિ સહિતના કાર્યક્રમો યોજાશે. જે અન્વયે સફાઇ મિત્રો માટેની 16 સુરક્ષા શિબિરનું આયોજન કરેલ છે. પ્લાસ્ટિકનાં રિડયુસ, રિયુઝ અને રિસાયકલ માટે 11 વર્કશોપનું આયોજન કરેલ છે. અંદાજે 1700 બ્લેક સ્પોટની જગ્યા નક્કી કરેલ છે. તે તમામ જગ્યા પર લોકભાગીદારીથી મેગા સ્વચ્છતા કાર્યક્રમ કરી તમામ જગ્યાએ સફાઇ કરવામાં આવશે. તેમજ અંદાજે 422 જેટલા ગ્રામ્ય કક્ષાનાં સફાઇ કર્મચારીનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવશે. તા. 2 ઓકટોબરના રાજકોટ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં 14 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજન કરવામાં આવેલ છે.