રાજકોટ જિલ્લાના અરણી, નાના ઇટાળા,વિજયનગર, ગૌરીદડ ગામોમાં પાક નુકસાની સર્વે હાથ ધરાયો ​​​​​​​

જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેતરમાં ઉભા પાકને નુકસાની થઈ છે. આ પાક નુકસાની અંગે સરકાર દ્વારા હાલ જિલ્લામાં સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી, પડધરી તાલુકાના નાના ઇટાળા, રાજકોટ તાલુકાના વિજયનગર અને ગૌરીદડ ગામોમાં સર્વે હાથ ધરાયો હતો. જેમાં ગામના ખેતરોમાં થયેલ પાકને નુકસાની અંગે સમીક્ષા કરી તેની નોંધણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *