RTO એ પાસીંગ વિનાની 13 સ્કૂલ વાનને રૂ. 1.65 લાખનો દંડ ફટકાર્યો ​​​​​​​

રાજકોટમાં વારંવાર સ્કૂલો આસપાસના વિસ્તારોમાં સ્કૂલ વાહનોનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા રાજકોટ જિલ્લા RTO વિભાગની ટીમોએ આજે ફરી એકવાર શહેરના એસ.એન.કે. સ્કૂલ પાસેના વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતુ અને નિયમોનો ભંગ કરનાર સ્કૂલવાહનો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે જિલ્લા આરટીઓ અધિકારી કે.એમ.ખપેડએ જણાવેલ હતુ કે આજે સવારે આરટીઓ ઈન્સ્પેકટર વાય.જી.પટેલ, અંકિત પરમાર, કે.ડી.ઝાલા, જે.એસ.ચૌધરી તથા ઓ.એચ.ઝાલાની ટીમે કાલાવડ રોડ ઉપર એસ.એન.કે. સ્કૂલ પાસેના વિસ્તારમાં સ્કૂલ વાહનોનુ ચેકીંગ હાથ ધર્યું હતુ.આ ચેકીંગ દરમ્યાન કુલ 13 સ્કૂલવાન જે પ્રાઈવેટ વાહનો તરીકે પાસીંગ હોય તેમના વિરૂધ્ધ પરમીટ ભંગ બદલ કાર્યવાહી કરવામા આવી હતી અને કુલ રૂ.1.65 લાખના દંડની વસુલાત કરવામા આવી હતી. આ સરપ્રાઈઝ ચેકીંગ હજુ પણ સમયાંતરે થતુ રહેશે એવુ RTO અધિકારીએ જણાવેલ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *