ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા.30ના રોજ બપોરના 3 કલાકે ડાક અદાલતનુ આયોજન કરેલ છે.જેમા નીતિવિષયક મુદા સિવાયની ટપાલ સેવાઓને લગતી અન્ય મુદાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરાશે. આ અંગે પ્રવર ડાક અધિક્ષકએ જણાવેલ છે કે આ ડાક અદાલતમાં ફરિયાદીએ ફરિયાદમાં એકથી વધારે મુદાઓ કે વિષયો લેવા નહીં.ડાક અદાલતમાં નિરાકરણ માટેના પ્રશ્ર્નો તા.26-9 સુધીમાં ડેપ્યુટી મેનેજર એસ.એસ.પી.ઓ. ગ્રાહક સેવા કેન્દ્ર બીજો માળ હેડ પોષ્ટ ઓફીસ બિલ્ડીંગ રાજકોટના સરનામે મોકલી આપવા જણાવાયુ છે. આ ડાક અદાલતના અધ્યક્ષસ્થાને પ્રવર ડાક અધિક્ષક રહેશે.