RTOમાં ટુ વ્હીલરની નવી GJ 03 NS સિરીઝનુ 12 ઓકટોબરથી ઓકશન

રાજકોટની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી જીજે 03 એનએસ સીરિઝનું ઓકશન તા.12/10/2024થી શરૂ કરવામાં આવનાર છે. જીજે 03 એનએસ તથા અગાઉની સિરિઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા માટે ઈચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી વેબસાઈટ પર ઓન લાઈન રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે.

મોટર સાયકલની સિરિઝ જીજે-03-એનએસ તથા અગાઉના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઈન ઓકશન થશે. રેગ્યુલર નંબર મેળવવા માટે તા.12/10/2024 સાંજે 4 કલાથી તા.19/10/2024 સાંજે 4 કલાક સુધી ઓનલાઈન કરવાની રહેશે. તેમજ તા.19ના સાંજે 4-01 કલાકથી તા.21/10ના સાંજે 4 કલાક સુધી ઓનલાઈન ઓકશનમાં બીડીંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.21/10 સાંજે 4-15 કલાકના પરીણામ ઓનલાઈન જાહેર થશે. વાહન વેચાણ તારીખથી 7 દિવસની અંદર સીએનએ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી તેમ એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *