રાજકોટ-મુંબઈની ફ્લાઈટ 2થી 4 કલાક મોડી પડી

મુંબઈમાં ભારે વરસાદને પગલે હવાઈ સેવાને ગંભીર અસર પહોંચી હતી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મુંબઈ જતી 4 ફ્લાઇટ બે કલાકથી લઈ ચાર કલાક મોડી પડતા મુસાફરો ભારે પરેશાન થયા હતા. રાજકોટથી મુંબઈની ઈન્ડિગોની 3 અને એર ઇન્ડિયાની 1 ફ્લાઈટ મોડી પડતા મુંબઈથી રાજકોટ આવતા અને અહીંથી મુંબઈ જતા અંદાજે 1000 જેટલા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેનું કારણ વરસાદ હતું.

ઈન્ડિગોની સવારની મુંબઈની ફ્લાઈટ 7.05 વાગ્યાને બદલે 8.23 વાગ્યે મુંબઈથી ઉપડી અને રાજકોટ 8.15ને બદલે 9.08 વાગ્યે પહોંચી. જે બાદ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ ફ્લાઈટ 9 વાગ્યાને બદલે 10.47 વાગ્યે ઉપડી. એટલે કે આ ફ્લાઈટ 2 કલાક મોડી ઉપડી. જ્યારે બીજી ઈન્ડિગોની જ ફ્લાઇટ મુંબઈથી 10.45ને બદલે 2.28 વાગ્યે મુંબઈથી ઉપડી અને રાજકોટ 11.55ને બદલે બપોરે 3.12 વાગ્યે પહોંચી. જ્યારે 12.25ની ફ્લાઇટ 4.22 વાગ્યે ઉપડી હતી.

આ સિવાય એર ઈન્ડિયાની 4.10ની ફ્લાઇટ મુંબઈથી 5.59 વાગ્યે ઉપડી અને આ ફ્લાઈટ રાજકોટ 5.25 વાગ્યાને બદલે 6.46 વાગ્યે પહોંચી. બાદમાં આ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટથી 6.05ને બદલે 7.46 વાગ્યે ઉપડી. આ ઉપરાંત સાંજની ઈન્ડિગોની ફ્લાઇટ મુંબઈથી 4.25 વાગ્યાને બદલે 8.50 વાગ્યે મુંબઈથી ઉપડી અને રાજકોટ સાંજે 5.50ને બદલે રાત્રે 9.34 વાગ્યે પહોંચી હતી. જ્યારે આ ફ્લાઈટ સાંજે 6.20 વાગ્યાને બદલે રાત્રે 10.35 વાગ્યે ઉપડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *