મુંજકાની શાળામાં લવ જેહાદની નનામી અરજી

રાજકોટમાં મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત મુંજકા પ્રાથમિક શાળા નં.1 અને 2નાં શિક્ષક-શિક્ષિકા સામે લવજેહાદનો આક્ષેપ કરતી નનામી અરજી શાસનાધિકારી કચેરીમાં મેઈલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે મુંજકાના ગ્રામજનોના નામે શાસનાધિકારીને નનામી અરજી કરવામાં આવતા આ પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બની છે. મુંજકાના ગ્રામજનોએ શાસનાધિકારીને આ અંગે નનામી અરજી મારફત કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આ પ્રાથમિક શાળાના શિક્ષક અને શિક્ષિકાનું લવજેહાદનું પ્રકરણ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે. આ બંને શિક્ષકો મોબાઈલ પર એકબીજા સાથે વાતો અને સતત મેસેજ કરી રહ્યા હોય બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય ખતરામાં મૂકાઈ જવા પામેલ છે. આ બાબતે શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ કહ્યું કે, જે ઈ-મેઇલ આઇડી પરથી નનામી અરજી આવી છે. તે ઇ-મેલ આઇડી ઉપર મેઇલ કરી પૂરાવાઓ માંગવામાં આવશે. જેના પુરાવા મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રામજનો દ્વારા આ પ્રકારની કોઈ જ અરજી કરવામાં આવી નથી પ્રાપ્ત વિગત મુજબ મુંજકાની શાળા નંબર-1 અને 2માં મુસ્લિમ શિક્ષક અને હિન્દુ શિક્ષિકા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે મોબાઈલમાં જ એકબીજાને મેસેજ કરવામાં સતત રચ્યા પચ્યા રહે છે. જેનાથી વિદ્યાર્થીઓના ભણતર ઉપર અસર પડે છે. આ પ્રકરણ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે જ્યારે ગામના પૂર્વ સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું હતું કે, ગ્રામજનો દ્વારા આ પ્રકારની કોઈ જ અરજી કરવામાં આવી નથી. જેમના દ્વારા ઈ-મેઇલ કરાયો તેનું નામ જાહેર થવું જોઈએ અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *