રાજકોટ શહેર PCB દ્વારા અલગ અલગ બે વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી 3 આરોપીની ધરપકડ કરી ફરાર એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૈયાધાર મફતિયાપરા ખાતે ઓરડીમાંથી તેમજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચુનારાવાડ શેરી નંબર 1 ખાતે ઓરડીમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી કુલ 3 આરોપી અંકિત ઉર્ફે ભોલો સોલંકી, ગુલાબ કાતીયા, અને મનસુખ ઉર્ફે મુન્નો ઝાલાની ધરપકડ કરવામાં આવી છે, જયારે મહિલા આરોપી મનીષા ઉર્ફે મુન્ની સોલંકી નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે બંને દરોડામાં મળી સ્થળ પરથી કુલ 247 લીટર દેશી દારૂ, 250 લીટર દેશી દારૂ બનાવવા માટેનો આથો, તથા દેશી દારૂ બનાવવા ભઠ્ઠીના સાધનો મળી કુલ 60,425નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.