પ્રતિબંધિત વેપનો જથ્થો દુકાનમાં રાખી વેંચાણ કરતો

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ સેન્ટ મેરી સ્કૂલ સામે પંચનાથ કોમ્પ્લેક્ષમા આવેલ ડ્રીમ પોઇન્ટ દુકાનમા પ્રકાશ ઉર્ફે શાહરુખ નારાયણદાશ પ્રતિબંધિત વેપનો જથ્થો પોતાની દુકાનમા રાખી વેંચાણ કરે છે એવી ચોક્કસ બાતમીના આધારે SOG પોલીસ સ્ટાફે દરોડો પાડી દુકાન માલિક પ્રકાશ ઉર્ફે શાહરૂખ નારાયણદાસ કેશરીયા (ઉ.વ.42)ની અટકાયત કરી. સરકારે નકકી કરેલ તમાકુ સેવનથી મનુષ્યના આરોગ્યને હાનિકારક નુકશાન થાય એવી વૈજ્ઞાનિક ચેતવણીના ચિત્ર હોવા જોઇએ. તે ચેતવણીના સ્ટીકરો વગરનો પ્રતિબંધિત જથ્થો મળી આવતાં દુકાન માલિકની ધરપકડ કરી સાત વેપો રૂ.20 હજારનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી. આરોપી મુંબઈથી વેપો રૂ.1500માં લઇ આવી અહીં રૂ.2500માં વેંચતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *