ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર સિરીઝ માટે શુક્રવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ આવતા મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે.

ભારતે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી માટે 18 સભ્યોની ટીમમાં અભિમન્યુ ઇશ્વરન, હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીની પસંદગી કરી છે. પીઠની સમસ્યાને કારણે કુલદીપ યાદવ ટીમનો ભાગ નથી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તેને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.

ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શામી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તેને ટીમમાં સ્થાન મળ્યું નથી, શામી પગની ઘૂંટીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, જેના માટે તેણે આ વર્ષની શરૂઆતમાં સર્જરી કરાવી હતી. તે ઈજાના કારણે 2023 ODI વર્લ્ડ કપ ફાઈનલથી મેદાનની બહાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *