આંતર કોલેજ ફૂટબોલ સ્પર્ધામાં હરિવંદના કોલેજ ચેમ્પિયન, ક્રાઇસ્ટ કોલેજ બીજા ક્રમે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ અને પંચશીલ બી.એડ. કોલેજ દ્વારા કુલપતિ ડૉ. કમલસિંહ ડોડીયા અને પ્રિન્સીપાલ કરણ દુલેરાના માર્ગદર્શન હેઠળ આંતર કોલેજ ફૂટબોલ ભાઈઓની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 15 કૉલેજના 178 ભાઇઓએ ભાગ લીધો હતો. જેમાં હરિવંદના કોલેજ ચેમ્પિયન બની હતી તો ક્રાઈસ્ટ કોલેજ બીજા ક્રમે રહી હતી જ્યારે જે. જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ત્રીજા ક્રમે રહી હતી. કૉલેજના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષ વોરા, શારીરિક શિક્ષણના અધ્યાપક ઘનશ્યામસિંહ ઝાલા અને ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો.હરીશ રાબા, યોગા ભાઈઓના ઓબ્ઝર્વર ડો. રીધમ ભાઈ વાગડીયા ભાઈઓના નિર્ણાયક પંચ ડો. આકાશ ગોહિલ, ડો. મનન કલોલા, ડો. પૃથ્વી સિંહ ઝાલાના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવેલ હતાં. જેમાંથી પસંદગી પામેલા 26 ખેલાડીઓ ઇન્ટર યુનિવર્સિટી ફૂટબોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નેશનલમાં પ્રતિનિધિત્વ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *