આજકાલ છેતરપિંડીના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે, ગોંડલમાં બજાજ ફાઇન્સ કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લાના શેરગઢ અને હાલ ગોંડલ તાલુકાના ગુંદાસરામાં રહેતા જયેશભાઇ ગોવીંદભાઇ રાઠોડને પિતાની સારવાર અર્થે પૈસાની જરૂરિયાત હતી તેવા સમયે તેમને એક ફોન આવ્યો હતો. ફોન પર એક શખ્સે બજાજ ફાઇન્સ કંપનીના મેનેજર પ્રિયમ ઝા તરીકેની ઓળખ આપી હતા. ફરીયાદીને રૂપિયા 5 લાખની લોન આપવાની વાતચીત કરી હતી.
જયેશભાઇને રૂપિયાની જરૂરિયાત હોવાથી તેમણે લોન લેવાની હા પાડી હતી. જેથી લોન મંજૂર કરાવવા માટે ફરિયાદીના ડોકયુમેન્ટમા આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા તથા પાસબુકની નકલો ઓનલાઇન મંગાવી હતી. તેમજ અલગ અલગ તારીખ સમયે કોઇને કોઇ ફી ટીડીએસ ચાર્જ તેમજ ટેક્ષરૂપે કોઇને કોઇ ચાર્જ લગાડી કુલ મળી રૂપિયા 3,58,948/- ઓનલાઇન પડાવી લીધા હતા.