વીરપુર જલારામ ખાતે રાશનકાર્ડ ધારકો માટે e -KYCનો કેમ્પ યોજાયો

વીરપુર જલારામ ખાતે રેશનકાર્ડ ધારકો માટે ઈ.કે.વાય.સી કેમ્પ યોજાયો. સરકાર દ્વારા રેશનકાર્ડ સાથે આધાર નંબર સાથે લીક કરી E-KYC ની કામગીરી ચાલુ હોય જે કામગીરી વિશાળ સ્વરૂપે બહોળી સંખ્યામાં હોય અને સમય મર્યાદામાં પુર્ણ કરવાની હોય જેમને લઈને યાત્રાધામ વીરપુરના લોકોને જેતપુર સુધી જવું ન પડે તેમજ લોકોને E-KYC માટે ખર્ચ ન કરવો પડે એ અન્વયે જેતપુર ગ્રામ્ય મામલતદાર એમ.એસ.ભેસાણીયા તેમજ વીરપુર ગ્રામ પંચાયતના યુવા સરપંચ રમેશભાઈ સરવૈયાની રાહબરી હેઠળ યાત્રાધામ વીરપુરની જલારામજી વિદ્યાલય ખાતે E-KYC ની કામગીરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ E-KYC કેમ્પમાં જેતપુર મામલતદાર ઓફીસની આઠથી દસ લોકોની ઓપરેટરની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં પુરવઠા નાયબ મામલતદાર એસ.કે.ઉઘાડ, અમિતભાઇ, કિશનભાઈ દવે કોમ્પ્યુટર ઓપરેટર, દર્શનાબેન ગોસ્વામી કોમ્પ્યુટર ઓપરેટર,સુજીતભાઈ ગુજરાતી કમ્પ્યૂટર ઓપરેટર, પ્રતિકભાઈ પરમાર કમ્પ્યૂટર ઓપરેટર ઈરફાન કુરેશી કમ્પ્યૂટર ઓપરેટર પલબેન સાવલીયા, જાડેજા પુર્ણાબા વીસીઈ, ચાવડા ભુપતભાઈ વીસીઈ, ભેડા મનિષભાઈ વીસીઈ, મહાવીરસિંહ ધાધલ સેવક સહિતના ઓપરેટરોએ સેવા બજાવી હતી. આ E-KYC કેમ્પમાં વીરપુરના 1014 જેટલા લોકોનું E-KYC કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *