રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. અને એસ.ઓ.જી. શાખાએ જેતપુર તાલુકામાંથી 5400 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક ટેન્કર ચાલકની અટકાયત કરવામાં આવી છે.
રાજકોટ રેન્જ આઈ.જી.પી. શ્રી નિર્લિપ્ત રાય (IPS) અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ ઝુંબેશના ભાગરૂપે, એલ.સી.બી. અને એસ.ઓ.જી.ના સંયુક્ત સ્ટાફને બાતમી મળી હતી કે એક આઈસર ટેન્કરમાં ભેળસેળયુક્ત દૂધનો જથ્થો જૂનાગઢથી રાજકોટ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે જેતપુર તાલુકા વિસ્તારમાં વોચ ગોઠવી ટેન્કરને આંતર્યું હતું.