બોલિવૂડના નટખટ ઓરીની સારા સાથે બાકાઝીકી!

સોશિયલ મીડિયા સેન્સેશન અને રિયાલિટી શો સ્ટાર ઓરી (ઓરહાન અવત્રામણી) પોતાની બિંદાસ અને નિખાલસ શૈલી માટે જાણીતો છે. તાજેતરમાં તેણે એક્ટ્રેસ સારા અલી ખાન અને તેની માતા અમૃતા સિંહ સાથેના પોતાના વણસેલા સંબંધો પર ફરી એકવાર ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ઓરીએ દાવો કર્યો છે કે અમૃતા સિંહે તેને ગાળો આપી હતી અને જ્યારે તેને મિત્રની સૌથી વધુ જરૂર હતી ત્યારે સારાએ તેને ‘ગોસ્ટ’ કરી દીધો હતો.

નેહા ધૂપિયાના શોમાં ઓરીનો ધડાકો

એક્ટ્રેસ નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદીના પોડકાસ્ટ ‘ડબલ ડેટ’માં વાતચીત દરમિયાન ઓરીએ સારા અલી ખાન અને તેની માતાને સોશિયલ મીડિયા પર અનફોલો કરવાનું સાચું કારણ જણાવ્યું હતું.

બદલો લેવાના પોતાના સ્વભાવ વિશે વાત કરતા ઓરીએ ખુલ્લેઆમ કહ્યું કે- “હું મનમાં વેર રાખી મૂકું છું અને વર્ષો સુધી રાખું છું. હું બદલો લેવાનું પ્લાનિંગ કરું છું. જો તમે આજે મને તકલીફ આપી હોય તો હું કર્મના ભરોસે બેસી નહીં રહું. હું પોતે બદલો પ્લાન કરું છું. તેમાં વર્ષો લાગી શકે છે, પણ તે ત્યારે આવશે જ્યારે તમને જરાય આશા નહીં હોય. જો તમે મને દુ:ખ આપ્યું છે, તો હું પણ તમને દુ:ખ આપીને હિસાબ બરાબર કરીશ.”

વર્ષ 2021નો એ ‘ટ્રોમા’

આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં પણ ઓરીએ ખુલાસો કર્યો હતો કે વર્ષ 2021માં અમૃતા સિંહના વર્તનને કારણે તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો. ઓરીના જણાવ્યા મુજબ, “2021માં અમૃતા સિંહે મને જે ટ્રોમા આપ્યો હતો, તે મારી જિંદગીનો સૌથી ખરાબ તબક્કો હતો. મારી જિંદગી નરક બની ગઈ હતી. પરંતુ એ ટ્રોમાએ મને એટલો મજબૂત બનાવી દીધો કે બાદમાં જ્યારે હું પબ્લિક ફિગર બન્યો ત્યારે ટ્રોલર્સે મને ક્યારેય પરેશાન નથી કર્યો.”

આખો વિવાદ શું છે?

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઓરીએ એક રીલ શેર કરી, જેનું શીર્ષક ‘છોકરીઓના ત્રણ સૌથી ખરાબ નામ’ હતું.

તેમાં તેણે સરનેમ વગર સારા, અમૃતા અને પલક નામ ગણાવ્યા હતા. આ પછી સારા અને તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર ઓરીને અનફોલો કરી દીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *