આસ્થા શાલિગ્રામ પાસે પાણીના ટાંકામાં પડી જતાં બાળકનું મોત

શહેરમાં રેલનગરમાં આસ્થા શાલિગ્રામ પાસે રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રેલનગરમાં આસ્થા શાલિગ્રામ પાસે રહેતા અને ચોકીદાર તરીકે નોકરી કરતા બીરૂ ગુડ્ડાનો સાત વર્ષનો પુત્ર બીરૂ રમતા રમતા પાણી ભરેલા ટાંકામાં પડી જતાં તેને જાણ કરતા 108ની ટીમે પહોંચી બાળકને મૃત જાહેર કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના જમાદાર મયૂરસિંહ જાડેજા સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક બાળકના પિતા બીરૂ ચોકીદારી કરતા હોવાનું અને મૂળ નેપાળના વતની હોવાનું તેમજ તેને સંતાનમાં એકનું એક બાળક હોવાનું જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *