ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ CA મે 2025ની પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. CA ફાઉન્ડેશનની પરીક્ષાઓ 15થી 21 મે દરમિયાન યોજાશે. CA ઇન્ટરમીડિયેટની પરીક્ષાઓ 3 મેથી 14 મે દરમિયાન યોજાશે, જ્યારે CA ફાઇનલની પરીક્ષાઓ 2 મેથી 13 મે દરમિયાન યોજાશે.
CA મે 2025ની પરીક્ષાઓ માટે નોંધણી 1 માર્ચથી શરૂ થશે અને 14 માર્ચે લેટ ફી વિના બંધ થશે. ICAIના સત્તાવાર સમયપત્રક અનુસાર, ઉમેદવારો 17 માર્ચ સુધી 600 રૂપિયાની લેટ ફી સાથે તેમના નોંધણી ફોર્મ સબમિટ કરી શકે છે. અરજી ફી માટે ઉમેદવારો ICAIની સત્તાવાર વેબસાઇટ ચકાસી શકે છે અને સૂચના ડાઉનલોડ કરી શકે છે.
વધુમાં, ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓના ઉમેદવારોને પેપરોના જવાબ આપવા માટે અંગ્રેજી અથવા હિન્દી માધ્યમ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે. મે-2025માં યોજાનારી સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પેપર 1 અને 2 બપોરે 2થી 5 વાગ્યા સુધી યોજાશે, જ્યારે પેપર 3 અને 4 બપોરે 2થી 4 વાગ્યા સુધી યોજાશે. સીએના ત્રણેય પ્રોગ્રામની પરીક્ષા મે મહિના દરમિયાન લેવાઇ જશે. આઇસીએઆઇ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીમાં સરળતા રહે તે માટે અત્યારથી જિશડ્યૂલ જાહેર કર્યો છે.