રાજકોટ રહેતા સાળા-બનેવીનું કારમાં અપહરણ કરી ટંકારાના જબલપુર ગામની સીમમાં વાડીએ લઇ જઇ ચાર શખ્સોએ ધોકા, પાઇપ ઝીંકી હાથ-પગ ભાંગી નાખી તેના પરિવારને જાણ કરી શખ્સો નાસી જતા બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા આજીડેમ પોલીસે તપાસ કરતા યુવક પ્લમ્બિંગ કામ કરતો હોય આરોપીએ ટંકારાના જબલપુર ગામે મકાનનું કામ કરાવ્યું હતું જેના હિસાબ બાબતે મનદુ:ખ ચાલતું હોય અપહરણ કરી મારકૂટ કરી હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા મથામણ કરી છે.
કોઠારિયા રોડ પર કૈલાસપાર્કમાં રહેતા અને પ્લમ્બિંગનું કામ કરતા ગૌતમભાઇ મનુભાઇ વ્યાસ આજીડેમ ચોકડી પાસે કારને સર્વિસ કરાવતા હતા ત્યારે કારમાં બળજબરીથી બેસાડી રેલનગરમાથી તેના બનેવી વિપુલ ખીમજીભાઇ પાંભર કારમાં બેસાડી ટંકારાના જબલપુર ગામની સીમમાં તેની વાડીએ લઇ જઇ બાબુ વીરાભાઇ ઝાપડા, મેહુલ ઉર્ફે લાલો, હકા ઝાપડા, સાહીલ શાહમદાર સહિતે કારમાંથી ધોકા-પાઇપ કાઢી બેફામ મારકૂટ કરી હતી. બાદમાં ગૌતમભાઇના બીજા બનેવીને ઘવાયેલા બન્નેને દવાખાને લઇ જાઓ કહી નાસી જતા બન્નેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.