મારવાડી કોલેજની હોસ્ટેલમાં બહેનપણીનો નહાતી વેળાનો વીડિયો ઉતારી વિદ્યાર્થિની પોતાના બોયફ્રેન્ડને મોકલતી હતી

શહેરની ભાગોળે આવેલી મારવાડી કોલેજ છાશવારે વિવાદમાં સપડાય છે. કોલેજની હોસ્ટેલમાં રહેતી એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીનો નહાતી વખતનો વીડિયો તેની સાથી છાત્રાએ ઉતારી તેને તેના બોયફ્રેન્ડને સેન્ડ કરતાં હોબાળો મચી ગયો હતો. આ છાત્રાએ અગાઉ અનેક વીડિયો ઉતાર્યાની શંકા સેવાઇ રહી છે. ભોગ બનનાર વિદ્યાર્થિનીઓએ આ છાત્રાની હોસ્ટેલમાં જ ધોલાઇ કરી હતી.

મારવાડી કોલેજમાં આંધ્રપ્રદેશની અનેક યુવતીઓ અભ્યાસ કરે છે અને કોલેજની હોસ્ટેલમાં જ રહે છે. એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની સાથે રૂમમાં રહેતી હતી. એક વિદ્યાર્થિની હોસ્ટેલના બાથરૂમમાં નહાવા ગઇ હતી ત્યારે અચાનક જ તેની નજર બાથરૂમના ઉપરના ભાગે પડી હતી અને તેનો નહાતી વખતનો વીડિયો તેની રૂમ પાર્ટનર ઉતારી રહ્યાનું દેખાયું હતું. આ ઘટનાથી વિદ્યાર્થિની સ્તબ્ધ થઇ ગઇ હતી અને તેણે તેની સાથી વિદ્યાર્થિનીઓને આ અંગેની જાણ કરતાં વિદ્યાર્થિનીઓ રોષે ભરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *