ન્યારી ડેમ પાસેથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

શહેરમાં દારૂ-જુગારના હાટડા પર રોક લગાવવા પોલીસે પેટ્રોલિંગ વધાર્યુ હોય તેમ તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ન્યારી ડેમ પાસે એક શંકાસ્પદ શખ્સને અટકાવી તેની પૂછતાછ કરી હતી. પોલીસની પૂછતાછમાં તે ન્યારી ડેમ પાસે સફલ વ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતો રાહુલ સુખાભાઇ વાળા હોવાનું જણાવતા પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી વિદેશી દારૂ કબજે કરી આ દારૂની બોટલ ક્યાથી લાવ્યો સહિતની પૂછતાછ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *