ભારત આગામી પાંચ વર્ષમાં બે મોટા ICC ક્રિકેટ ટુર્નામેન્ટની યજમાની કરશે. 2029માં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. 2031નો વનડે વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશ મળીને યોજશે.
ICCએ રવિવારે 2035 સુધીની મેન્સની મોટી ટુર્નામેન્ટનું કેલેન્ડર જાહેર કર્યું. બોર્ડે લોસ એન્જેલિસ ઓલિમ્પિક્સ 2028ની ક્વોલિફાઇંગ મેચો માટે યજમાન દેશો અને તારીખોની પણ જાહેરાત કરી.
મેન્સની ક્વોલિફાયર મેચો 5થી 13 ફેબ્રુઆરી 2028 દરમિયાન બાંગ્લાદેશમાં યોજાશે. મહિલાઓની ટુર્નામેન્ટ 26 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી અમેરિકામાં રમાશે. આ મેચો દ્વારા ઓલિમ્પિક્સમાં સ્થાન મેળવનારી અંતિમ ટીમો નક્કી થશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2029 અને 2031ની ફાઇનલની યજમાની ઇંગ્લેન્ડને આપી છે. 2029ની ફાઇનલ 8થી 12 જૂન અને 2031ની મેચ 12થી 16 જૂન સુધી રમાશે. 2033 અને 2035ની ફાઇનલની તારીખો પણ નક્કી કરી દેવામાં આવી છે, પરંતુ તેમના યજમાન દેશની જાહેરાત બાકી છે. બંને ફાઇનલ જૂનમાં યોજાશે.
WTCમાં ટીમો બે વર્ષ દરમિયાન અલગ-અલગ દેશો સામે ટેસ્ટ સિરીઝ રમે છે. પોઇન્ટ્સ ટેબલની ટોચની 2 ટીમો ફાઇનલમાં પહોંચે છે.