ચોમાસાની વિદાય રેખા ડીસા-નલિયામાંથી પસાર

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વિદાયની રેખા હાલ ડીસા અને નલિયા પરથી પસાર થઈ રહી છે. આ સાથે મધ્ય ઉત્તર પ્રદેશ પર સક્રિય લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આગામી 12 કલાકમાં નબળી પડવાની સંભાવના છે. ગુજરાત પર નીચલા સ્તરે પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, આગામી અઠવાડિયા દરમિયાન ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. આજે અમદાવાદ વાદળછાયું વાતાવરણ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જેથી માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *