ઈન્ડિગો એરલાઇન્સના પાઈલોટ પતિનો પત્નીને ત્રાસ

રાજકોટની પરિણીતા સાથે અમદાવાદ રહેતા ઈન્ડિગો એર લાઇન્સના પાઈલોટ પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોના લીધે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને સાસુ ચઢામણી કરતા હોવાથી બંને સામે શહેરના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પતિને અન્ય સ્ત્રી સાથેના સંબંધના કારણે અવારનવાર ઝઘડાઓ થતાં
રાજકોટના અક્ષર માર્ગ પર શિવધારામાં રહેતી પરિણીતા 37 વર્ષીય કિંજલબેન સોલંકીએ અમદાવાદ રહેતા પતિ અનિકેતસિંહ અને સાસુ ભારતીબેન વિરુદ્ધ શહેરના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત 29 મે, 2019ના તેના લગ્ન થયા હતા. જોકે લગ્નના 6 વર્ષના સમયગાળામાં પતિને અન્ય સ્ત્રી સાથેના સંબંધના કારણે અવારનવાર ઝઘડાઓ અને મારકૂટ થતી હતી.

રાજકોટની પરિણીતાની અમદાવાદના સાસરિયા સામે FIR
આ દરમિયાન સાસુ પુત્રવધૂ વિરુદ્ધ પતિને ચઢામણી કરતા હતા. જેને લીધે ઝઘડાઓ થતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી કંટાળીને પરણીતા પોતાના માવતર આવી ગઈ છે અને પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિ ઈન્ડિગો એર લાઇન્સમાં પાઈલોટ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *