SBI ઈન્સ્યુરન્સ કંપનીના બેંક મેનેજરનું ઓફિસમાં હાર્ટ એટેકથી મોત

રાજકોટમાં આજે ત્રણ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં પ્રથમ ઘટનામાં બેડલા ગામે એક યુવકે લીમડાના ઝાડ પર ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જ્યારે બીજા બનાવમાં SBI ઈન્સ્યુરન્સ કંપનીના બેંક મેનેજરનું ઓફિસમાં જ અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. આ સિવાય ત્રીજા બનાવમાં અંગત અદાવતમાં પૂર્વ પત્નીના પ્રેમીએ એક યુવાનનો પીછો કરી તેના પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રથમ બનાવ

બેડલા ગામે યુવકનો લીમડાના ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત
રણજીત સમયસર ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. મોડી રાત સુધી તેની કોઈ ભાળ ન મળતાં આખરે પરિવારજનો સીમ વિસ્તારમાં તેની શોધખોળ માટે નીકળ્યા હતા. વાડીએ પહોંચતા જ રણજીત લીમડાના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહને નીચે ઉતારી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે કુવાડવા હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક રણજીતને સંતાનમાં દોઢ વર્ષની એક દીકરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

બીજો બનાવ

બેંક મેનેજરનું ઓફિસમાં જ હાર્ટ એટેકથી મોત
મૂળ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી ગામના વતની અને હાલ રાજકોટમાં જામનગર રોડ પર આવેલી સત્યમ્ શિવમ્ સુંદરમ્ સોસાયટીમાં રહેતા 38 વર્ષીય હિતેન્દ્રસિંહ મહાવીરસિંહ ગોહિલ કેકેવી હોલ ચોક નજીક બીઝનેસ એવન્યુ-3 ખાતે આવેલી SBI જનરલ ઈન્સ્યુરન્સની ઓફિસમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.

સાંજના 7.30 વાગ્યા આસપાસ તેઓ પોતાની ઓફિસે હતા ત્યારે અચાનક જ તેમને છાતીમાં અસહ્ય દુઃખાવો શરૂ થયો હતો. જેથી ઓફિસના સાથી કર્મચારીઓએ પરિસ્થિતિ ગંભીર જોઈ તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

હિતેન્દ્રસિંહ બે ભાઈ અને બે બહેનમાં સૌથી નાના હતા અનેતેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. તાલુકા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *