ઝિમ્બાબ્વેના વિકેટકીપર બેટ્સમેન બ્રેન્ડન ટેલરે મંગળવારે ભારતના સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. તેઓ ઓસ્ટ્રેલિયા સામે હરારેમાં પ્રથમ વનડે રમવા ઉતર્યા. આ સાથે તેઓ સૌથી લાંબા સમય સુધી વનડે રમનાર ખેલાડી બની ગયા.
ટેલરની વનડે કારકિર્દી હવે 22 વર્ષ 4 મહિનાની થઈ ગઈ છે. તેમણે સચિન તેંડુલકરના 22 વર્ષ અને 3 મહિનાને પાછળ છોડીને આ સિદ્ધિ હાંસલ કરી.
ટેલરે કારકિર્દીમાં 207 મેચ રમી. તેમણે આ દરમિયાન 11 સદી અને 39 અડધી સદી સાથે 6704 રન બનાવ્યા. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 145 રન રહ્યો.
સચિને 2012માં 50 ઓવરના ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે પોતાની કારકિર્દીમાં 463 વનડે મેચ રમી અને 18426 રન બનાવ્યા. તેઓ હજુ પણ વનડેમાં સૌથી વધુ મેચ રમવા અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.