વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત બ્રિક્સ નેતાઓએ શુક્રવારે બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ગ્લોબલ ટ્રેડ પર ચર્ચા કરી.
આમાં સૌથી મહત્વપૂર્ણ નિવેદન પુતિનનું રહ્યું. તેમણે અમેરિકા અને યુરોપ પર કટાક્ષ કરતા કહ્યું,
પશ્ચિમ હવે નબળું પડી રહ્યું છે, ખબર નથી આ દેશો પોતાને G7 કેમ કહે છે. વિશ્વની 40% થી વધુ GDP BRICS દેશોમાંથી આવી, G7 નો હિસ્સો માત્ર 29% રહ્યો.
આ પછી PM મોદીએ પણ બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે બ્રિક્સ દેશોમાં વિશ્વની અડધી વસ્તી રહે છે. તેઓ વિશ્વની 40% GDPમાં હિસ્સો ધરાવે છે. ભારત વેપાર વધારવા માંગે છે અને તેના માટે સુરક્ષિત દરિયાઈ માર્ગો જરૂરી છે.
BRICS આર્થિક તાકાતમાં આગળ, G7 સિસ્ટમ પર ભારે પડ્યું રશિયન રાષ્ટ્રપતિ પુતિન અનુસાર, PPPના આધારે BRICSનો હિસ્સો વિશ્વની અર્થવ્યવસ્થામાં લગભગ 40% છે, જ્યારે G7નો 18%. એટલે કે આર્થિક કદમાં BRICS આગળ છે. જોકે G7ને નબળું માની શકાય નહીં. ડોલર, બેંકિંગ, રોકાણ અને ટેકનોલોજીમાં તેનો પ્રભાવ હજુ પણ મોટો છે. બીજી તરફ BRICSની તાકાત મોટી વસ્તી, કુદરતી સંસાધનો અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ છે.