હવે ફાસ્ટેગ યુઝર્સને પોતાની બેંક બદલવા માટે ગાડીની વિન્ડશિલ્ડ પર લાગેલો જૂનો સ્ટીકર હટાવવાની કે નવો ફિઝિકલ ટેગ લગાવવાની જરૂર નહીં પડે. ફાસ્ટેગ પણ મોબાઈલ સિમની જેમ પોર્ટ થઈ જશે.
વનટેગ (OneTag) નામની આ નવી સર્વિસને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 દરમિયાન લોન્ચ કરી.
ટોલ પ્લાઝા પર ટેક્સ કપાવાની રીત બિલકુલ પહેલા જેવી જ રહેશે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં. તમારે ટોલ પર ગાડી રોકવાની કે કંઈ નવું કરવાની જરૂર નથી.
બેકએન્ડમાં આખી કમ્પ્યુટર સિસ્ટમ નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NPCI) સંભાળશે, જે નવા બેંકની માહિતી આપમેળે અપડેટ કરી દેશે. એટલે કે તમારા માટે ટોલ પ્લાઝા પરથી પસાર થવાની પ્રક્રિયામાં બિલકુલ ફેરફાર થશે નહીં.