ગોંડલ તાલુકાના મોટા દડવામાં બસમાં બેસવા મુદ્દે મુસાફરો બાખડ્યા, ધીંગાણાનો વીડિયો વહેતો થયો

ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે એસટી બસમાં બેસવા જેવી સામાન્ય બાબતે મુસાફરો વચ્ચે બોલાચાલી બાદ ધીંગાણું થયું હતું.

મુસાફરો વચ્ચે થયેલી ઝપાઝપીનો વીડિયો મોબાઇલમાં કેદ થયા બાદ સોશિયલ મીડિયામાં વહેતો થતાં આટકોટ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

મોટા દડવા ગામના બસ સ્ટેન્ડ નજીક મુસાફરો વચ્ચે બસમાં બેસવા મુદ્દે તકરાર થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતાં મુસાફરો એકબીજા સાથે ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર હોબાળો મચ્યો હતો અને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.

દરમિયાન સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલ કેમેરામાં કેદ થયો હતો.

વીડિયો વહેતો થતાં‎પોલીસની તપાસ‎ મુસાફરો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થતાં આટકોટ પોલીસના ધ્યાને આવ્યો હતો. પોલીસે વીડિયોના આધારે ઘટનામાં સામેલ શખ્સોની ઓળખ કરવા સહિતની તપાસ શરૂ કરી છે. ઓળખ થયા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *