જાપાન ડૂબ્યું, એશિયન ગેમ્સના 10 દિવસ પહેલાં પૂર

એશિયન ગેમ્સની શરૂઆતથી 10 દિવસ પહેલા જાપાનના નાગોયામાં પૂર આવ્યું. પરિસ્થિતિ એવી બની કે એશિયન ગેમ્સમાં ભાગ લેવા આવેલા 400 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા.

પૂરમાં નાગોયા શહેરના રસ્તાઓ અને ઘરો ડૂબી ગયા. મેયર ઇચિરો હિરોસાવાએ દાવો કર્યો કે એશિયન ગેમ્સ માટે કોઈ ચિંતાની વાત નથી. ટૂર્નામેન્ટનું આયોજન નિર્ધારિત સમયે થશે.

બસ અને મેટ્રો સેવાઓ થોડા સમય માટે પ્રભાવિત રહી. લગભગ 3,500 લોકોએ ઇમરજન્સી શેલ્ટરમાં આશ્રય લીધો. નાગોયા અને ઇચીમાં એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી યોજાવાની છે.

જાપાની મીડિયામાં શહેરના રસ્તાઓ અને મેટ્રો સ્ટેશનોમાં ભરાયેલા પાણીની તસવીરો બતાવવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી APના રિપોર્ટ અનુસાર, વેન્યુની કેટલીક જગ્યાએ છત પરથી પાણી ટપકવાની ઘટનાઓ પણ બની હતી. જોકે, મેયર હિરોસાવાએ કહ્યું કે એશિયન ગેમ્સના ડઝનબંધ વેન્યુને ગંભીર નુકસાન થયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *