રાજકોટ લાયન્સ ક્લબ આવકાર દ્વારા ફૂડ કીટ વિતરણ

રાજકોટમાં લાયન્સ ક્લબ રાજકોટ આવકાર દ્વારા જરૂરિયાતમંદ અને વંચિત પરિવારો માટે ફૂડ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ‘ગ્લોબલ કોઝ – હંગર’ અંતર્ગત યોજાયો હતો.

ક્લબના “We Serve” સેવા સૂત્રને સાર્થક કરતા, આ સેવાકીય પ્રવૃત્તિ 29 ઓગસ્ટના રોજ સવારે 9:30 કલાકે રાજકોટ ખાતે શ્રીમાળી બ્રાહ્મણ સમાજ વાડી, ચૌધરી હાઈસ્કૂલ સામે યોજાઈ હતી. જેમાં જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ કીટનું વિતરણ કરાયું હતું.

આ સેવાકીય પ્રોજેક્ટના મુખ્ય પ્રાયોજક MJF લા. હર્ષદભાઈ ઓઝા હતા. તેમના સહયોગથી પરિવારોને જીવનજરૂરિયાતની ખાદ્ય સામગ્રી પૂરી પાડવામાં આવી હતી.

લાયન્સ ક્લબ રાજકોટ આવકાર સમાજના જરૂરિયાતમંદ વર્ગને મદદ કરવાના હેતુથી સમયાંતરે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આ ફૂડ કીટ વિતરણ પણ તે જ કડીનો એક ભાગ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *