રાજ્યમાં 12% વરસાદની ઘટ, સૌરાષ્ટ્ર-કચ્છ કોરોધાકોર

ચોમાસાની આ સિઝન દરમિયાન સમગ્ર રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતાં 12% ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં 3% વધુ વરસાદ થયો છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની 33% મોટી ઘટ જોવા મળી છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ(31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી) દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ 3 સિસ્ટમ સક્રિય થતાં વરસાદના એંધાણ હાલમાં સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં 5.8 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં વેલ-માર્ક્ડ લો-પ્રેશર એરિયા પણ સક્રિય છે, જે આગામી 24 કલાકમાં ઉત્તર ઓડિશા અને ગંગેટિક પશ્ચિમ બંગાળ તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર-કચ્છ કોરોધાકોર દક્ષિણ કે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં ચોમાસું ખૂબ નબળું રહ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા (87% ઘટ), પોરબંદર (71% ઘટ), કચ્છમાં (59% ઘટ) અને જામનગર (58% ઘટ)માં અડધાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠા સહિતના ઉત્તર-પૂર્વના જિલ્લાઓમાં પણ 40%થી 44% સુધીની ઘટ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *