રેપ, મર્ડર, એન્કાઉન્ટર અને ઇન્ક્વાયરી

યુવતી સાથે દુષ્કર્મ આચરીને મર્ડર કરનાર આરોપીને સજા આપવી જોઈએ કે પછી માનવાધિકારના નામે આરોપી પર દયાનો ભાવ રાખવો જોઈએ? આ વેધક પ્રશ્નનો જવાબ આપવા અને ગુનાખોરી, સિસ્ટમની કાર્યવાહી, માનવ અધિકારનો આગ્રહ અને પીડિત પરિવારની પીડાને રસપ્રદ રીતે દર્શાવતી ફિલ્મ ‘દાયરા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

બોલિવૂડ સ્ટાર કરીના કપૂર અને સાઉથ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન સ્ટારર ‘દાયરા’નું ડિરેક્શન ‘રાઝી’, ‘છપ્પાક’ જેવી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર મેઘના ગુલઝારે કર્યું છે. કોઈ ઘોંઘાટ અને બિન જરૂરી મારધાડ ન હોવા છતાં ફિલ્મનું 2 મિનિટ અને 19 સેકન્ડનું ટ્રેલર છેલ્લે સુધી જકડી રાખે છે.

ટ્રેલરની શરૂઆત બે પોલીસ અધિકારીઓ, અજૂની કોહલી (કરીના કપૂર) અને પોલીસ અધિકારી રમન કુમારથી થાય છે. એક ડીસીપી (કરીના) ગુનાને કાયદાના ‘દાયરા’માં સજા આપવાની તરફેણમાં છે, જ્યારે બીજા ડીસીપી (પૃથ્વીરાજ) કાયદાના ‘દાયરા’ની ઉપરવટ જઇને પણ પીડિતને ન્યાય અપાવવાની તરફેણમાં જોવા મળે છે.

ટ્રેલરની શરૂઆત એક એન્કાઉન્ટરના કેસથી થાય છે, જે એક ગુમ થયેલી યુવતીના કેસ સાથે સંકળાયેલું છે. એક તરફ જ્યાં ડીસીપી રમન તેને એન્કાઉન્ટર ગણાવે છે, તો બીજી તરફ ડીસીપી અજૂની તેને ફેક એન્કાઉન્ટર ગણાવે છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને લીડ કરીને કેસની ઝિણવટપૂર્વકની તપાસ હાથ ધરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *