મારાથી દૂર જવા બદનામ કરવો જરૂરી છે?

ગોવિંદા હાલમાં ફરી તેના લગ્નસંબંધ અને લગ્નેત્તર સંબંધોને લઈને ચર્ચામાં છે. તેની પત્ની સુનીતા આહુજાએ તેના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેવામાં ‘હીરો નં.1’એ મૌન તોડ્યું છે. ગોવિંદાએ કહ્યું કે, સુનીતા સાર્વજનિક રીતે તેના વિશે નકારાત્મક વાતો કરીને સ્ટારડમ મેળવી રહી છે. સાથે જ એક્ટરે કહ્યું કે, ‘શું તમને સફળતા માટે બીજાને બદનામ કરવા જરૂરી છે?’

‘તે મને ખૂબ પ્રેમથી ગાળો આપે છે’

ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં સુનીતાના ઘણી છોકરીઓ સાથે અફેરના દાવાઓ પર ગોવિંદાએ કહ્યું, ‘તે મને ખૂબ પ્રેમથી ગાળો આપે છે અને હું તેમના હાથથી ખાઉં પણ છું. મને લાગે છે કે, જે લોકો જ્યાં છે અને ભગવાને તેમને જે પણ ભૂમિકા આપી છે, જો તેઓ ત્યાં ન હોત, તો આપણે સફળ થઈ શક્યા ન હોત.’

ગોવિંદાએ ઇશારો કર્યો કે તેના વિશે ખૂલીને બોલ્યા પછી સુનીતાને સ્ટારડમ મળ્યું. તેણે કહ્યું, ‘ઘણી વાતો એવી હોય છે, જે વ્યક્ત નથી થતી. શું અંતર બનાવવા માટે આરોપ લગાવવાની જરૂર છે? પણ લોકો માને છે કે, આ બહાર નીકળવાનો સરળ રસ્તો છે.’

તેણે પ્રશ્ન કર્યો, ‘સફળતા માટે પોતાના જ લોકોની બુરાઈ જરૂરી છે શું? આ થોડું સરળ છે. સુનીતા વખાણ કરે છે પછી એક બુરાઈ કરે છે. મને આમાં વધારે પ્રેમ દેખાય છે.’

સુનીતાએ કહ્યું હતું- ગોવિંદાના ઘણા અફેર્સ રહ્યા

સુનીતા આહુજા હાલમાં જ ‘લોક અપ 2’ની કન્ટેસ્ટન્ટ બની હતી. શો દરમિયાન તેણે ગોવિંદાના કથિત અફેર્સ પર વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘પ્રેમમાં તમારે દરેક વસ્તુ સહન કરવામાં સક્ષમ હોવું જોઈએ. ચીચી (ગોવિંદા)ના યુવાનીમાં ઘણા અફેર્સ રહ્યા છે. ત્યારે મેં નજરઅંદાજ કર્યું હતું, પણ હવે નહીં કરું.’

એક્ટ્રેસ કોમલ સાથે સ્પોટ થયો ગોવિંદા, સુનીતાએ કહ્યું હતું- ‘કોમલથી નફરત છે’

સુનીતા આહુજાએ અનેક પ્રસંગોએ ગોવિંદા પર એક્સ્ટ્રા મેરિટલ અફેર અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. અફેરની અફવાઓ વચ્ચે, ગોવિંદા એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેનું નામ તેની પત્ની સુનીતાએ પણ લીધું છે. સુનીતાએ થોડા સમય પહેલા જ કહ્યું હતું કે, તેને કોમલ નામથી નફરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *