વ્યાજ દર બદલાશે કે નહીં RBI ગવર્નર 10 વાગ્યે જણાવશે

RBIની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક આજે 5 ઓગસ્ટે સમાપ્ત થશે. નિષ્ણાતોના મતે, કેન્દ્રીય બેંક રેપો રેટને કોઈપણ ફેરફાર વિના 5.25% પર સ્થિર રાખી શકે છે. મોંઘવારીના વલણ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી શકે છે.

RBIની છેલ્લી બેઠક જૂનમાં થઈ હતી

રિઝર્વ બેંકે નવા નાણાકીય વર્ષની બીજી બેઠક જૂનમાં કરી હતી. તેમાં રેપો રેટને 5.25% પર યથાવત રાખવામાં આવ્યો હતો. જોકે, 2027 માં મોંઘવારીના અંદાજને 4.6% થી વધારીને 5.1% કરવામાં આવ્યો હતો. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાવાની છે, આ આ નાણાકીય વર્ષની ત્રીજી બેઠક છે. પ્રથમ બેઠક એપ્રિલમાં થઈ હતી.

નિષ્ણાતોનું કહેવું છે કે ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો અને અમેરિકી ફેડરલ રિઝર્વના કડક વલણ છતાં RBI હાલ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવાની ઉતાવળ નહીં કરે. કેન્દ્રીય બેંકનું સંપૂર્ણ ધ્યાન ઘરેલું મોંઘવારી, લિક્વિડિટી અને આર્થિક વિકાસ પર રહેવાની અપેક્ષા છે.

ડિસેમ્બરમાં થઈ શકે છે વધારો

ઇક્વિરસ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ મૌલિક પટેલે પણ દરોમાં ફેરફાર ન થવાની અપેક્ષા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો અને હવામાનની અસરને કારણે જથ્થાબંધ અને છૂટક મોંઘવારીમાં તેજી જોવા મળી રહી છે. આ દબાણોને કારણે આખા વર્ષ માટે CPI 4.9 ટકા રહેવાનો અંદાજ છે.

પટેલે કહ્યું કે વૈશ્વિક સ્તરે કડક થતી નાણાકીય નીતિઓને જોતાં RBI ભવિષ્યના નિર્ણયોમાં સાવચેતી રાખશે. ઇક્વિરસ સિક્યોરિટીઝને આશા છે કે ડિસેમ્બરની પોલિસી સમીક્ષામાં RBI 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *