સંસદના ચોમાસુ સત્રનો 13મો દિવસ

આજે સંસદના ચોમાસુ સત્રનો 13મો દિવસ છે. 31 જુલાઈથી રામ મંદિરના ચઢાવાની ચોરીના મુદ્દે સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો થઈ રહ્યો છે.

મંગળવારે ટેક્સેશન એન્ડ અધર્સ લો (સુધારા) બિલ લોકસભામાં પસાર થઈ ગયું. આ સત્ર માટે 8 બિલ સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા, જેમાંથી 3 બિલ બંને ગૃહોમાં પસાર થઈ ચૂક્યા છે. વંદે માતરમ, પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ (પેપર લીક) અને સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા બિલ બંને ગૃહોમાં પસાર થઈ ચૂક્યા છે.

જ્યારે, જન્મ-મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, આવકવેરા (સુધારા) બિલ, MSME વિકાસ (સુધારા) બિલ, વિદેશી અંશદાન (FCRA) સુધારા બિલ અને વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન બિલને હજુ સંસદની મંજૂરી મળી નથી. સરકાર આજે આ બિલોને બંને ગૃહોમાં પસાર કરાવવાનો પ્રયાસ કરી શકે છે.

આ પહેલા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ વચ્ચે ચર્ચા થઈ. ખડગેએ કહ્યું- રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કેન્દ્ર સરકારે કરી હતી. ટ્રસ્ટને 70 એકરથી વધુ જમીન સોંપવામાં આવી. વડાપ્રધાન પોતે રામ મંદિર સાથે જોડાયેલા દરેક કાર્યક્રમમાં સામેલ થયા. હવે ED, CBI અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ ક્યાં છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *