મરાઠી ફિલ્મ ‘ગોંધલ’થી ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી

મરાઠી ફિલ્મ ‘ગોંધલ’ (Gondhal)ને 99મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર 2027) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા (FFI)એ શુક્રવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.

આ એક થ્રિલર ફિલ્મ છે, જે ઓસ્કર સમારોહમાં ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ વખતે ઓસ્કરની રેસમાં ભારત તરફથી કુલ 33 ફિલ્મો સામેલ થઈ હતી, જેમાંથી પસંદગી સમિતિએ ‘ગોંધલ’ના નામ પર મહોર લગાવી છે.

આ વર્ષે ઓસ્કરની દાવેદારી માટે દેશભરની અલગ-અલગ ભાષાઓમાંથી કુલ 33 ફિલ્મો FFI પાસે મોકલવામાં આવી હતી. તેમાં સૌથી વધુ 14 ફિલ્મો હિન્દી ભાષાની હતી.

આ ઉપરાંત મરાઠી, તેલુગુ અને ગુજરાતી ભાષામાંથી 4-4 ફિલ્મો, તમિલમાંથી 3 ફિલ્મો અને મલયાલમ તથા નાગામી ભાષામાંથી 1-1 ફિલ્મ સામેલ હતી.

33 ભારતીય ફિલ્મોની યાદીમાં 14 હિન્દી ફિલ્મો હક, 120 બહાદુર, તેરા મેરા નાતા, મૈં વાપસ આઊંગા, ઓહ માય ડૉગ, બોર્ડર 2, ખૂંટા, ધુરંધર, ધુરંધર ધ રિવેન્જ, ગવર્નર, 2020 દિલ્હી, ઇક્કીસ, ઑબ્સેસ અને હનુમાન અંશ છે. હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઓની મજબૂત દાવેદારી છતાં મરાઠી ફિલ્મ ‘ગોંધલ’ બાજી મારવામાં સફળ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *