જસાપર ગામે ભાદર નદી પટની તંત્ર દ્વારા મુલાકાત

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જસદણ તાલુકાના જસાપર ગામે ભાદર નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોની તંત્ર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન મહેસૂલ, પોલીસ અને પંચાયત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, ગામના સરપંચ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંભવિત ભારે વરસાદ અને પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.

વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વરસાદ દરમિયાન નદી, નાળા અને વોકળા ઓળંગવાનું ટાળવા તેમજ નદીપટના વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરાઈ છે. જરૂરિયાત ઊભી થાય તો આગોતરા સ્થળાંતર માટે તૈયાર રહેવા પણ સૂચના અપાઈ હતી. તંત્ર દ્વારા અપાતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા પણ જણાવાયું છે.

ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી માટે જરૂરી વ્યવસ્થા સજ્જ રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *