ડબલ મર્ડરના આરોપીની હત્યાની કોશિશના ગુનામાં એકની ધરપકડ

રાજકોટની સોમનાથ સોસાયટીમાં રહેતા ભરવાડ સમાજના કૌટુંબિક સગા-સંબંધો લોહીયાળ બન્યા છે. ગત 19 જુલાઈની મોડી રાત્રે રૂપિયાની લેતીદેતી અને જમીન/મિલકતના ભાગ મામલે થયેલી તકરારમાં હાર્દિક ધુળાભાઈ ધોળકિયા નામના 27 વર્ષીય યુવકે પોતાના જ બે સગા કાકાઓ સુરેશભાઈ બાલાભાઈ ધોળકિયા અને રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બંને કાકાઓનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હાર્દિક ધોળકિયા વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કાકાઓની હત્યાની આ ઘટના દરમિયાન સામસામે થયેલી મારમારીમાં આરોપી ભત્રીજો હાર્દિક ધોળકિયા પણ ગંભીર રીતે ઘવાયો હતો. મૃતક સુરેશભાઈના પુત્ર લાખા ધોળકિયા, રાજેશભાઈ, અને શિવા ડોંડા સહિતના શખ્સોએ હાર્દિકને માથા તથા શરીરના અન્ય ભાગોમાં છરી અને લોખંડના પાઇપ વડે ઝીંકીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેણે આ ચારેય શખ્સો સામે ‘હત્યાની કોશિશ’ (Attempt to Murder) નો સામો ગુનો નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *