વીંછીયાની ભડલી માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

વીંછીયા તાલુકાની ભડલી માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભડલી સી.આર.સી. અંતર્ગત આવતી સાત શાળાઓના બાલવાટિકાના ભૂલકાઓ, તેમજ ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11 માં નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભડલી ગામના અગ્રણી અને સામાજિક આગેવાન શ્રી જેઠાભાઇ ચાવડા તરફથી બાલવાટિકાના તમામ નાના-નાના બાળકોને પ્રોત્સાહન રૂપે દફતર અને પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા, જેથી બાળકોમાં ભારે આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ આરોગ્ય વિભાગના નાયબ નિયામકશ્રી તેમજ વીંછીયાના તાલુકા વિકાસ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત કાર્યક્રમમાં ભડલી સી.આર.સી. કો-ઓર્ડિનેટર દિલીપભાઈ ખંભાળિયા, જિલ્લા પંચાયત સભ્ય અમરશીભાઈ ચૌહાણ, વિનોદભાઈ વાલાણી તેમજ સામાજિક આગેવાન જેઠાભાઇ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *