ગોંડલની બેટાવડ શાળામાં કન્યા કેળવણી મહોત્સવ

ગોંડલ તાલુકાની બેટાવડ પ્રાથમિક શાળા ખાતે ૨૪ જૂન, બુધવારના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિંચાઈ વિભાગ વર્ગ-૨ના અધિકારી એસ.ઓ. ઓડિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે લાયઝન તરીકે સીઆરસી કો-ઓર્ડિનેટર જયેશભાઈ કાવઠિયા પણ જોડાયા હતા. આમંત્રિત મહેમાનોનું કુમારિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

તમામ મહેમાનનું “બુકે નહીં બુક” પરંપરા મુજબ પુસ્તક આપી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ શાળાના શિક્ષક રાજનભાઈ ભાલોડીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બાલવાટિકા અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને દાતાતરફથી મળેલ શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા. ઉપરાંત, ગયા વર્ષે અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે માર્ગ સલામતી સંકલ્પ લેવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ધોરણ ૭ની વિદ્યાર્થીની પ્રિયા સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ શાળાના શિક્ષક ભાવિનભાઈ દોશી દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *