બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલાની લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અંશુલા તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે લગ્નના બંધનમાં બંધાશે. બંનેના પ્રી-વેડિંગ સેરેમનીની શરૂઆત માતાની ચોકીથી થઈ હતી. આ પ્રસંગે વર-વધૂ તો સુંદર લાગી જ રહ્યા હતા, પરંતુ અંશુલાની કઝિન બહેન સોનમ કપૂરે ચાર ચાંદ લગાવી દીધા હતા.
બે મહિના પહેલાં 40 વર્ષની ઉંમરે બીજી વખત માતા બનેલી સોનમ કપૂરે ફરી સાબીત કરી દીધું છે કે તે ‘બોલિવૂડની સ્ટાઇલ આઇકન’ છે. મોટા પપ્પા બોની કપૂરની દીકરી અંશુલાના લગ્નની વિધિમાં ભાગ લેવા માટે સોનમે શાહી લુક અપનાવ્યો. તેણે બહેન અને જીજાજી સાથે પોઝ આપ્યા હતા.
સોનમ કપૂરે માતાની ચોકી પ્રસંગ માટે ITRH બ્રાન્ડનો કસ્ટમ ધોતી સેટ પહેર્યો હતો. ક્લાસિક પંજાબી વાઇબ આપતા આ સલવાર સૂટમાં કાઉલ-ડ્રેપ્ડ એન્ટિક ગોલ્ડ ટિશ્યુ ઓવરલે (શ્રગ) અને ભારે એમ્બ્રોઈડરી કરેલો આઇવરી દુપટ્ટો સામેલ છે. તેના કૂર્તા પર ઝીણી પ્લીટ્સ જોવા મળી રહી છે, સાથે જ સલવારને પ્લીટેડ ધોતી સ્ટાઈલમાં બનાવવામાં આવી છે. સોનમે બે દુપટ્ટા કેરી કર્યા છે, જેમાં એક દુપટ્ટો મેટાલિક ગોલ્ડન ટિશ્યુ ફેબ્રિકનો છે, જે લુકમાં રીચનેસ ઉમેરે છે, જ્યારે બીજા દુપટ્ટા પર એમ્બ્રોઈડરી જોવા મળી રહી છે.
લુકને વધુ રોયલ બનાવવા માટે સોનમે મિન્ટ ગ્રીન અને લીલા રંગના બે શેડ્સવાળા મીણાજડીત હાર અને ઇયરિંગ પહેરી હતી. આ સાથે તેણે નાની મેચિંગ રંગનો ચાંલ્લો લગાવ્યો હતો. સોનમે ડ્રેસની સાથે સાથે બેગમાં પણ વૈવિધ્યતા લાવી હતી.