પૂરઝડપે આવતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત

ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે પૂરઝડપે આવતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ટ્રક ચાલક સહિત બે લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, બન્ને વાહનોમાં ભારે નુકસાન થયું છે. ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રકમાં સવાર મજુરો કપાસની ગાડી ભરવા જતા હતા અને અકસ્માત થયો હતો.

અમરેલી એસ.ટી વિભાગીય નિયામક બી.ડી. પટેલે જણાવ્યું કે, આજે નડિયાદ વિભાગની નડિયાદ-ઝાલોદ-ઉના બસ બેડીયા નજીક ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો છે. જેમાં ટ્રકમાં સવાર 5 લોકો અને બસમાં સવાર નવ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ બસના ચાલકની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનું મોત થયું છે. હાલ એસ.ટી.વિભાગે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે.

ST બસના ડ્રાઈવરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *