ગુજરાતના આ 5 ગામમાં નાસ્તાના પડીકા પર પ્રતિબંધ

ગુજરાતના શહેરોથી માંડી ગામડાઓમાં દુકાનો પર 5-10 રૂપિયામાં વેચાતા નાસ્તાના પેકેટ બાળકો ખાતા હોય છે. બે મહિના પહેલા સૌથી વધુ ડીમાન્ડ છે તેવા 8 પડીકાઓનો CERC એટલે કે કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટરમાં ટેસ્ટ કરાવતા ચોંકાવનારા તારણો સામે આવ્યા’તા. આ સિવાય ફૂડ વિભાગની તપાસમાં પણ અનેકવાર પડીકાઓ ખાવાલાયક ન હોવાનું સાબિત થઈ ચૂક્યું છે.

બનાસકાંઠાના બાદરગઢ, રણાવાડા, મહેસાણાના ચાણસોલ, ડાવોલ અને જૂનાગઢનું ચૂલડી ગામ. જ્યાં ગામલોકોએ ભેગામળી બાળકોના આરોગ્યને નુકસાનકર્તા પડીકાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધ બાદ જો કોઈ વેપારી પડીકાના વેચાણ કરતા ઝડપાય તો રૂપિયા 1,000થી 10,000ના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાનું ચૂલડી ગામ. ગામના સરપંચ, સ્થાનિક વેપારી અને ગ્રામજનોએ 15 દિવસ પહેલા એકત્ર થઈ ગામમાં રૂ. 5-10માં મળતા નાસ્તાના તૈયાર પડીકાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો.અમે જ્યારે ગામમાં પહોંચી દુકાન પર તપાસ કરી તો દુકાન પર બાળકો દ્વારા ખરીદવામાં આવતા નાસ્તાના પડીકા ક્યાંય પણ જોવા ન મળ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *