રોબિન હૂડ આર્મી રાજકોટ દ્વારા 21 જૂન, 2026ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં “બીટ ધ હીટ ડ્રાઇવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત કુલ 650 જ્યૂસ બોટલનું વિતરણ કરવામાં આવ્યું, જેનાથી ગરમીમાં અનેક લોકોને રાહત મળી.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જરૂરિયાતમંદ લોકો, મજૂરો, રાહદારીઓ અને ખુલ્લા વાતાવરણમાં કાર્યરત લોકો સુધી રાહત પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સેવા કાર્યને સફળ બનાવવા માટે લેફ્ટનન્ટ મઘુમલ એન્ડ સન્સ તથા મામા સાહેબ દ્વારા ઉદાર દાન અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. રોબિન હૂડ આર્મી રાજકોટ દ્વારા બંને દાતાશ્રીઓ તેમજ તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.