જયસુખ ઠેસિયાએ કહ્યું, વિકાસ કાર્યોમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને કારણે લોકોમાં અસંતોષ

ધોરાજીના ભાજપના આગેવાન જયસુખ ઠેસિયાએ નગરપાલિકાના વહીવટ અને પક્ષના કેટલાક હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે વિકાસ કાર્યોમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને કારણે સામાન્ય કાર્યકરો તેમજ નાગરિકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.

જયસુખ ઠેસિયાના મતે, પક્ષના કેટલાક ચૂંટાયેલા સભ્યો દ્વારા મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં સ્થાનિક સ્તરે થતી ગેરરીતિઓ અને વહીવટી ખામીઓ અંગે તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.

આ મુદ્દે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. આગામી દિવસોમાં પક્ષના ઉચ્ચ નેતાઓ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ધોરાજી શહેરમાં આ ઘટનાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. કાર્યકરો અને નાગરિકોમાં પણ આ મુદ્દે વ્યાપક ચર્ચા જોવા મળી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *