વીજપોલ સાથે અથડાઈને ટ્રક પલટી ગયો, જાનહાનિ ટળી

જસદણ તાલુકાના ઓરી ગામ નજીક આજે એક ટ્રક અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રક રોડ પરથી નીચે ઉતરીને વીજ પોલ સાથે અથડાઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે વાહન રોડ પરથી ઉતરી ગયું અને રસ્તાની બાજુમાં આવેલા વીજ પોલ સાથે જોરદાર ટકરાયું. આ અકસ્માતમાં ટ્રક અને વીજ પોલ બંનેને નુકસાન થયું હતું.

સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવ અંગે સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *