જસદણ તાલુકાના કમળાપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના સુશાસન, વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
આ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સ્વચ્છ ભારતના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન કમળાપુરની ગાર્ડી હાઈસ્કૂલ ખાતે નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો, જેમાં વર્ષ 2014 પછી ભારતે વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી સિદ્ધિઓ, વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.