ચોમાસું 12 રાજ્યોમાં પહોંચ્યું, 7 દિવસ દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આકરી ગરમી પણ યથાવત છે. આજે 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. 42.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 8થી 11 જૂન સુધી વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પૂરતો મર્યાદિત રહેશે. 11 જૂન પછી મોસમનો મિજાજ બદલશે અને રાજ્યભરામાં વરસાદ પડી શકે. આગામી 7 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.

ચોમાસાની સ્થિતીની વાત કરીએ તો દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના અન્ય ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સેન્ટ્રલ અરબી સમુદ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 3થી 4 દિવસમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.

હાલમાં ચોમાસું 12 રાજ્યોમાં પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશ અને યુપીમાં વરસાદ નોંધાયો છે. રાજસ્થાનમાં કરા પડ્યા છે. દિલ્હી એરપોર્ટ પર ભારે પવન અને વરસાદને કારણે એર ઇન્ડિયાના 3 વિમાનને નુકસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *