રાજકોટ શહેરમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી અવાર-નવાર દૂષ્કર્મ ગુજારવા અંગે આરોપી ઓમ ચંદ્રેશભાઈ નકુમ (ઉ.વ.22) વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. જેના આધારે ભક્તિનગર પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવનારી બાબત એ છે કે, ભોગ બનનાર સગીરાએ છેલ્લા બે વર્ષમાં ત્રીજી વખત દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ તેને માલવીયાનગરમાં અપહરણ અને પોકસોની ફરિયાદ બાદ બે માસ પહેલા ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં દૂષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેની માતા ફરિયાદી બની હતી.
પરિવારના સભ્યોએ સગીરાની ઉમરની જાણ થતા લગ્નનો ઈન્કાર કરી દીધો ભોગ બનનાર સગીરાએ ભક્તિનગર પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામના માધ્યમથી આરોપી સાથે સંપર્કમાં આવતા લવ થઈ ગયો હતો. ઓક્ટોબર 2025માં આરોપીએ તેને બોલાવી લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. જયાંથી આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. તેના પરિવારના સભ્યોને તેની ઉંમર 17 વર્ષની હોવાની માહિતી મળતાં લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ આરોપી તેને ઉપલેટા સગાને ત્યાં લઈ ગયો હતો. જયાં બે-ત્રણ દિવસ રોકાયા હતા. આ પછી બે મહિના આરોપી સાથે રહી હતી
આરોપીએ બાબરીયામાં કવાર્ટર રાખતાં જયાં છ મહિના રહી હતી. તે વખતે આરોપી અવારનવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. ત્યાં તેના માતા આવ્યા હતા પરંતુ, તેણે ઘરે આવવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. આ પછી ગત મહિને આરોપીએ બીજી યુવતી સાથે અફેર હોવાથી તેની સાથે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. જેથી, માતાના ઘરે જતી રહી હતી અને ગત તા.24 મેના રોજ આરોપીએ તેને પાંજરાપોળ બોલાવી કહ્યું કે, તેની સાથે ફરીથી લગ્ન કરવા છે. બાદમાં બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો.