વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે (5 જૂન) ડાયમંડ સિટી સુરત અને સંઘપ્રદેશ દમણની મુલાકાત આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દમણવાસીઓને નમો એરપોર્ટ તેમજ નમો હોસ્પિટલ સહિત રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. જેમાં કુલ 38 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. તેમજ 15 નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય દમણમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડીને સર્વાંગી વિકાસ કરવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દમણમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને મોદી-મોદીના નારા લગાવ્યાં હતા. રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈટ માર્કેટની મુલાકાત લીધી હતી. જે બાદ હજારોની જનમેદનીને સંબોધી હતી. વડાપ્રધાને કહ્યું કે, ‘આપણું દમણ ઝડપથી મિની ઈન્ડિયા બની રહ્યું છે, ‘મારી દેશવાસીઓને ગેરંટી છે કે, વૈશ્વિક સંકટ વચ્ચે પણ દેશ આગળ વધતો રહેશે’.
વડાપ્રધાને GDPના આંકડા અંગે પણ નિવેદન આપ્યું હતું. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025-26માં ભારતે 7.7 ટકાની ગ્રોથરેટ હાંસલ કરી છે. ભારતની અર્થવ્યવસ્થા ખુબ મજબૂત બની છે. વૈશ્વિક સંકટ વચ્ચે પણ દેશ આગળ વધતો રહેશે.